અષાઢી બીજના પવિત્ર દિવસે મેઘરાજાએ શુકન સાચવતા રાજકોટ શહેરમાં અમીછાંટણા અને છુટાછવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. બપોરે અને સાંજના સમયે વરસેલા આ ઝાપટાંને કારણે શહેરના માર્ગો પર પાણી વહી ગયા હતા. રાજકોટ શહેરમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 9 mm વરસાદ નોંધાયો હતો, જેની સાથે જ સિઝનનો કુલ વરસાદ 5.5 ઇંચ પર પહોંચ્યો છે. ઝોન વાઇઝ વરસાદની વિગતો જોઈએ તો અત્યાર સુધીમાં ઈસ્ટઝોનમાં 146 mm, વેસ્ટ ઝોનમાં 144 mm અને સેન્ટ્રલ ઝોનમાં 126 mm વરસાદ વરસ્યો છે. અષાઢી બીજના આ વરસાદથી શહેરીજનોને બફારામાંથી આંશિક રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
કરતા ધોધમાર વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને લોધીકા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. લોધીકા તાલુકાના ધુળીયા દોમડા તેમજ ઇટારા અને તેની આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. આ સારા વરસાદને પગલે જગતના તાતમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદ કપાસ અને મગફળી સહિતના વાવેતર કરેલા પાક માટે ખૂબ જ ગુણકારી સાબિત થશે. આ સાથે જ, પંથકના જે ગામડાઓમાં ખેડૂતોએ હજુ સુધી વાવણી નહોતી કરી, તેઓ હવે જોરશોરથી વાવણી કાર્યની શરૂઆત કરશે.