કાલાવડ હાઇવે પર ડિવાઈડર તોડનાર સામે ફરિયાદ દાખલ

ગાંધીનગર રહેતા પાર્થ મનસુખભાઈ ચૌહાણ (ઉં.વ.25) મૂળ પોરબંદર જિલ્લાના ગોરાણા ગામના વતની હતા અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાયફલ શૂટિંગ સ્ટુડિયો બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામમાં ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ પણ ચાલુ હોવાથી પાર્થ અન્ય કારીગરો સાથે ત્યાં કામ કરી રહ્યો હતો. દરમિયાન વાયરિંગ કામ કરતી વખતે કોઈ કારણોસર પાર્થને અચાનક જોરદાર વીજ કરંટ લાગ્યો હતો કરંટ લાગતાં જ સ્થળ પર જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પાર્થ ચૌહાણ કુંવારો હતો તેમના પિતા મનસુખભાઈ ફર્નિચરનું કામ કરે છે. ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી પરિવારને મદદરૂપ થતા યુવાન પુત્રનું મોત થતાં ચૌહાણ પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

હાર્દિક મુકેશભાઈ માલકીયા (ઉં.વ.21) ગઇકાલે સાંજે 7.30 વાગ્યાં આસપાસ કોઠારીયા આણંદપર રોડ ઉપરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને તત્કાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ગઈકાલે બપોર બાદ હાર્દિક બાઇક લઇને ગામમાં વસ્તુ લેવા માટે નીકળ્યો હતો જે બાદ સાંજના સમયે કોઠારીયા આણંદપર રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાની જાણ થઈ હતી. મૃતક બે ભાઈમાં મોટો અને કુંવારો હોવાનું સામે આવ્યું છે. પરિવાર મૂળ જસદણના દહીંસરાનો વતની છે પણ વર્ષોથી કોઠારીયામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *