રાજકોટ જિલ્લામાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 79 હજારથી વધુ વૃક્ષો રોપાયા

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વૃક્ષ રોપી આ અભિયાનમાં સમગ્ર ગુજરાત વાસીઓને સહભાગી થવા આહવાન કર્યું હતું. ત્યારે રાજકોટ જિલ્લામાં એક પેડ મા કે નામ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા 79,094 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા 30,247 વૃક્ષો રોપાયા હતા. આ ઉપરાંત મહાત્મા ગાંધી નરેગા યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, એન.આર.એલ.એમ., આત્મા, ખેતીવાડી, આઈસીડીએસ, આરોગ્ય, પંચાયત, સસ્તા અનાજની દુકાનો દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 79 હજારથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. ઘરનું ફળિયું, ગામ, શહેર વૃક્ષોથી લીલુછમ રહે તે સૌ નાગરિકોની નૈતિક જવાબદારી છે ત્યારે રાજકોટ જિલ્લામાં યોજાયેલા એક પેડ મા કે નામ અભિયાનને પ્રતિસાદ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *