રાજકોટમાં Ph.Dનો અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ દવા આપી ગર્ભપાત કરાવી દીધો હતો. આરોપીએ પીડિતાને વોટ્સએપમાં માફીનો મેસેજ મોકલી નંબર બ્લોક કરી દીધો હતો. પીડિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ચિંતન મકવાણાની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીએ યુવતીને અલગ અલગ સ્થળોએ ફરવા લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો અને ચોટીલા મંદિરે માતાજીની સાક્ષીએ સેંથો પૂરી પત્ની માની પણ ફરિયાદમાં લગ્ન ન કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેતપુરની કોલેજમાં બંને મળ્યા ને પ્રેમ સંબંધ બંધાયો મૂળ જૂનાગઢ જિલ્લાની અને હાલ રાજકોટમાં રહેતી યુવતી ખાનગી શો-રૂમમાં નોકરીની સાથે જૂનાગઢ નરસિંહ મેહતા યુનિ.માં Ph.Dનો અભ્યાસ કરે છે. વર્ષ 2021માં જેતપુરની એક કોલેજમાં BAનો અભ્યાસ કરતી હતી તે દરમિયાન B.Comમાં અભ્યાસ કરતા ચિંતન મકવાણા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેઓ ફોન અને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં રહેતા હતા. ક્લાસીસ જવા સમયે પણ યુવતી આરોપીના બાઈક પર જતી હતી અને આજુબાજુના સ્થળે ફરવા જતાં હતા.
આરોપીએ અવારનવાર હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યા વર્ષ 2022માં યુવતી વધુ અભ્યાસ માટે રાજકોટ આવી ત્યારે પણ ચિંતન અવારનવાર તેને મળવા આવતો હતો. આરોપી પોતાનું માસ્ટર પૂરૂં થયા બાદ તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપતો હતો. ફેબ્રુઆરી 2023માં રાજકોટના કિસાનપરા ચોક પાસે એક હોટલમાં આરોપીએ લગ્ન કરવાનું કહીં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ અવારનવાર બંને હોટલોમાં મળતા અને શારીરિક સંબંધ બાંધતા હતા.
ચોટીલામાં યુવતીનો સેંથો પુરી પત્ની તરીકે સ્વીકારી જુલાઈ 2024માં યુવતીને બે માસનો ગર્ભ રહી જતાં આરોપી ચિંતને ગર્ભપાતની દવા મોકલી આપી હતી. ત્યારબાદ વર્ષ 2025માં બંને ચોટીલા ફરવા ગયા હતા, ત્યારે ચિંતને યુવતીનો સેંથો પૂરી માતાજીની સાક્ષીમાં તેને પત્ની તરીકે સ્વીકારી હતી, પરંતુ ત્યારબાદ અવારનવા બહાના બતાવી લગ્ન કરવાનું ટાળતો હતો. ઓગસ્ટ 2026માં બંનેએ વડીયા ખાતે વકીલને મળી કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું.