રાજકોટમાં શિક્ષિકા પર સગા જેઠે અનેકવાર દુષ્કર્મ આચર્યું

રાજકોટમાં શિક્ષિકા પર તેના જ સગા જેઠે અનેકવાર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના કાલાવડ રોડ પર રહેતાં પરિણીતા પર જેઠની નજર બગડી અને અવારનવાર શારીરિક છેડતી કરી દેહ ચૂંથતો હતો. મહિલા કંટાળીને પતિ અને સંતાન સાથે અમદાવાદ રહેવા જતી રહી પરંતુ ત્યાં પણ આવી તે વિકૃત હરક્ત કરતો હતો. અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીત શિક્ષિકાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના જેઠ રવિનું નામ આપતાં તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ નોકરી કરે છે, તેણીને સંતાનમા એક દીકરો છે. તેઓ અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેણીના લગ્ન તા.18/6/2011ના રાજકોટ પ્રઘુમન ગ્રીન સીટી બી-202 કાલાવડ રોડ પર રહેતા યુવક સાથે તેમના ઝારખંડ ખાતે આવેલા ઘરે થયેલા હતા. લગ્ન બાદ તેણી રાજકોટ પતિ સાસુ સસરા જેઠ જેઠાણી અને તેનાં બે બાળકો સાથે સહકુટુંબમાં રહેતા હતા.

લગ્નના થોડા દીવસો બાદ તેમના જેઠ રવિ અગ્રવાલ તેણીને ખરાબ નજરથી જોતા અને જ્યારે ઘરે કોઈ હાજર ન હોય ત્યારે રસોડામાં કામ કરતી હોય ત્યારે રસોડામાં આવી છાતી પર સ્પર્શ કરતા અને બળજબરી કરવાની કોશિશ કરતા હતા. તેણી સાસુને આ બાબતે વાત કરેલ હતી પરંતુ સાસુ કહેવા લાગેલ કે, તમારો જ વાંક છે તેમ કહેતાં તેણીના નવા નવા લગ્ન થયેલ હોય જેથી તે ડરી ગયેલ હતી. જેથી તેણીએ પતિને જાણ કરેલ ન હતી. તેણીના પતિની ખરાબ આદતોને કારણે અવાર નવાર સાસરીયા વાળા તેણીને બોલ્યા રાખતા હતાં. લગ્નનાં આશરે પાંચેક મહીના બાદ તે પ્રેગ્નેન્ટ થઇ અને તા.15/3/2013 ના પુત્રને જન્મ આપેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *