રાજકોટમાં રેકોર્ડબ્રેક 9.7 ડિગ્રી ઠંડી પડતા વિદ્યાર્થીઓ ઠુઠવાયા

રાજ્યમા શિયાળાની શરૂઆત બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી કડકડતી ઠંડીનુ જોર ખુબ વધ્યું છે આજે જ રાજકોટનુ 9.7 ડિગ્રી જેટલું રેકોર્ડબ્રેક લઘુતમ તાપમાન રહ્યુ છે.ત્યારે જે શાળાઓ સવારની પાળીમા શૈક્ષણિક કાર્ય ચલાવે છે જેમનો શરૂ થવાનો સમય વહેલી સવારે 7 થી 7.30 વાગ્યાનો હોય છે એટલે કે વાલીને વિદ્યાર્થીને 6 વાગ્યાથી જગાડીને તૈયાર કરીને સમયસર સ્કૂલ પર પહોચાડવાના થતા હોય છે. જેથી સવારની પાળીની શાળાઓનો સમય 9 વાગ્યાનો કરવા માટે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલના સમયમા કાતિલ ઠંડી જે રીતે પડી રહી છે તે નવયુવાન પણ સહન કરી શકતો તો નાના ભૂલકાઓ વહેલી સવારે આ કડકડતી ઠંડી કેમ સહન કરતા હશે તે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે.ઠંડીનુ જોર વધતા વહેલી સવારે શાળાઓએ જતાં ભૂલકાઓ ધ્રૂજતા અને થરથરતા વર્ગખંડમાં પહોંચે છે. વિદ્યાર્થીઓએ ગરમવસ્ત્રો પહેરવા છતા પણ ઠંડીથી પુરૂ રક્ષણ મળતુ નથી ત્યારે વિદ્યાર્થીઓના વાલી વતી વિનંતી છે કે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ સવારની પાળીઓમા ચાલતી સ્કૂલોનો શૈક્ષણિક કાર્ય શરૂ થવાનો સમય ઠંડીના 40 થી 45 દિવસ સુધી સવારે 2 કલાક મોડો કરવાનો પરિપત્ર કરવો જોઈએ જેથી બાળકોને આ રેકોર્ડબ્રેક થીજવતી ઠંડીમા મોટી રાહત થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *