રાજકોટને દેવળીયા પાર્ક જેવુ નજરાણું મળશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યટનનાં વિકાસ માટે સાકાર થઈ રહેલા લાયન સફારી પાર્કની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. તંત્ર દ્વારા સાતમ-આઠમ પહેલા આ પાર્ક ખુલ્લો મુકવા તૈયારી કરવામાં આવી રહી છે. જેને લઈને જન્માષ્ટમીનાં તહેવારોમાં રાજકોટિયાનોને સાસણ જેવો આનંદ રાજકોટમાં મળે તેવી શક્યતા છે. આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સાઇટની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત 2.75 મીટરની કમ્પાઉન્ડ વોલ, 5.0 મીટર ઊંચાઈની ચેઇનલીંક ફેન્સિંગ, નાઇટ શેલ્ટર અને આંતરિક રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં એન્ટ્રન્સ પ્લાઝાનું બાંધકામ ચાલુ છે. ત્યારે મ્યુ. કમિશ્નરે બાકી રહેલા કામો સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવા ઇજનેરોને સૂચનાઓ આપી હતી. સાથે મ્યુ. કમિશ્નરે ઈસ્ટ ઝોનના વોર્ડ નં.5માં આવેલ આરોગ્ય કેન્દ્ર)ની પણ મુલાકાત લીધી હતી.

રાજકોટ મહાપાલિકાના ચાલુ પ્રોજેક્ટની સમિક્ષા કમિશ્ર્નર દ્વારા આગળ વધારવામાં આવી છે. આજે કમિશ્ર્નરે પ્રદ્યુમન પાર્ક પાછળ બની રહેલા સાસણ ગીર જેવા લાયન સફારી પાર્ક સાઇટની મુલાકાત લીધી હતી. રાજકોટમાં સાસણ અને દેવળીયા પાર્ક જેવો સફારી પાર્ક ગત બજેટમાં મંજુર થયો હોય, બાંધકામની કામગીરી વચ્ચે સંભવત: ઓગસ્ટ માસમાં રાજકોટની જનતાને ફરવાનું આ વધુ એક નજરાણું મળી જાય તેવી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *