રાજકોટના ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ

રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ લોકમેળાનો આગામી 2 સપ્ટેમ્બરથી રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ 5 દિવસીય લોકમેળા માટે વહીવટી તંત્ર અને શહેર પોલીસ સજ્જ બન્યું છે. 15 લાખથી વધુ મુલાકાતીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે 1500થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો, 10 માર્ગો પર નો-એન્ટ્રી, 14 ફ્રી પાર્કિંગ પ્લોટ્સ તેમજ ₹10 કરોડના વીમા કવચ સહિતનું અભેદ આયોજન કરવામાં આવ્યું છે.

રેલવે સ્ટેશન અને બસપોર્ટ પરથી મેળા સુધી સરળતાથી પહોંચવાનો રૂટ રાજકોટમાં યોજાતા 5 દિવસીય લોકમેળામાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી લાખો મુલાકાતીઓ આવવાની શક્યતા છે ત્યારે બહારગામથી આવતા લોકો કોઈપણ મુશ્કેલી વગર રેસકોર્સ મેદાન પહોંચી શકે તે માટે સરળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો મુલાકાતીઓ રાજકોટ રેલવે જંકશન ખાતે ટ્રેન મારફતે આવે, તો તેઓ ત્યાંથી રિક્ષા દ્વારા અથવા ચાલીને રૂડા બિલ્ડિંગવાળા માર્ગેથી પોલીસ હેડક્વાર્ટર તરફ થઈને સીધા મેળા પરિસરમાં પ્રવેશી શકે છે.

જ્યારે સેન્ટ્રલ બસપોર્ટ ખાતે ઉતરતા મુસાફરો ઓટોરિક્ષા અથવા સિટીબસની મદદથી જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી શકે છે અને ત્યાંથી થોડા અંતરે ચાલીને લોકમેળાના મુખ્ય પ્રવેશદ્વાર સુધી સરળતાથી પહોંચી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *