મહેસાણામાં કુખ્યાત ભાવેશ ઝીલિયા પર ફાયરીંગ

મહેસાણાની નાગલપુર ચોકડી પાસે રવિવારે રાત્રે કુખ્યાત ભાવેશ ઝીલિયા પર ફિલ્મી સ્ટાઈલમાં હુમલો કરાયો. ભાવેશ પોતાના મિત્રો સાથે ફોર્ય્યુનરમાં બેઠો હતો ત્યારે જ રોંગસાઈડમાં આવેલી સ્કોર્પિયોએ એક બાદ એક ત્રણ ટક્કર મારી અને બેરાઉન્ડ ફાયર કરાયા. ભાવેશને હાથ પર સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. બનાવનું કારણ જાણવા ભાવેશની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભાવેશ સામે પણ ભૂતકાળમાં 20થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.

મહેસાણાની નાગલપુર ચોકડી પાસે ભાવેશ પોતાની ફોર્ચ્યુનર કારમાં હતો ત્યારે જ રોંગ સાઈડમાં આવેલી સ્કોર્પિયો કારે ધડાધડ ત્રણ ટક્કર મારી. અકસ્માત સર્જયા બાદ બે રાઊન્ડ ફાયર કરાયા અને સ્કોર્પિયોમાં સવાર લોકો ફરાર થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *