રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચુનારાવાડ ચોકમાં આવેલા ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલી વાસી અખાદ્ય ખમણ અને ભજીયાનો અંદાજીત 2 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ચુનારાવાડ ચોકમાં જ સદગુરુ એજન્સી પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલી વાસી અખાદ્ય નમકીનનો અંદાજીત 02 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સત્યસાંઈ મેઇન રોડ, રાજનગર ચોકથી માયાણી ચોક તથા રેલનગર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 59 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 25 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી. તેમજ ખાધ્યચીજોના કુલ 50 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી..