શહેરમાં રહેતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગનું કામ કરતાં વેપારી પાસેથી ગઠિયાએ આણંદના યુવકના ક્રેડિટ કાર્ડના નંબર આપી રૂ.91 હજાર ટ્રાન્સફર કરાવી લઈ પૈસા પચાવી પાડી ફોન પણ ન અપાવી છેતરપિંડી આચરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શીતલ પાર્ક પાસે આવેલા શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉનશિપ ઈ વિંગ-503માં રહેતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગનું કામ કરતાં નિકુંજભાઈ જગદીશભાઈ ખંધેડિયા(ઉં.વ.34)એ યુનિ.પોલીસમાં ચિત્રકૂટ મેઈન રોડ પર ચિત્રકૂટ એપાર્ટમેન્ટના બીજા માળે ફલેટ નં.202માં રહેતા જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલભાઈ ઝાલા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાર્થને ફોન લેવાનો હોવાની વાત કરી હતી. જેથી તેને ત્રણ કટકે કુલ રૂ.93 હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. જે રકમનું રાપી પે એપ્લિકેશનમાં ચાર્જ કપાયા બાદ રૂ.91 હજાર ખુમાણ પ્રિયંકા ભૂપતભાઈના ખાતામાં જમા કર્યા હતા. તેના ક્રેડિટ કાર્ડની વિગત મેળવી પૈસા ટ્રાન્સફર કરાવી કોઈ ફોન ન આપી છેતરપિંડી આચરીહતી.