મોટા દડવામાં સ્વચ્છતા અભિયાનથી વર્ષોની ગંદકી દૂર થતાં શેરીઓ અરીસા જેવી ચમકી, સફાઈ કર્મીઓની તનતોડ મહેનત રંગ લાવી

સ્વચ્છતા માત્ર તંત્રની નહીં, સમગ્ર ગામની જવાબદારી છે તેવો સંદેશ આપતું અભિયાન મોટા દડવામાં શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતના આયોજન હેઠળ ગામની શેરીઓ, મહોલ્લાઓ અને જાહેર માર્ગો પર સફાઈ ઝુંબેશ હાથ ધરાતા વર્ષોથી ગંદકીથી ઘેરાયેલી અનેક શેરીઓ આજે અરીસા જેવી ચમકી ઊઠી છે.

ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પંચાયત દ્વારા વિસ્તારવાર સફાઈનું આયોજન કરાયું છે. અઠવાડિયાના અલગ-અલગ દિવસે અલગ શેરી અને મહોલ્લામાં સફાઈ કરાય છે.

વાલ્મીકિ સમાજના સફાઈકર્મીઓએ એકસાથે ઝુંબેશ ચલાવી વર્ષોથી જમા થયેલા કચરા અને ઉકરડાઓ દૂર કરાયો છે.

પંચાયતના આગેવાનોનું કહેવું છે કે માત્ર પંચાયતના પ્રયાસોથી સંપૂર્ણ સ્વચ્છ ગામ બનાવવું શક્ય નથી. દરેક ગ્રામજન પોતાના ઘરનો કચરો શેરીમાં ન ફેંકે, કચરો એકત્ર કરવા આવતી ગાડીમાં જ આપે અને પશુઓના વાસીદા સમયસર દૂર કરે તો ગામને કાયમી સ્વચ્છ રાખી શકાય. ગ્રામજનોના સહયોગ વિના સ્વચ્છતા અભિયાન અધૂરું રહે છે.

ગામ ચોખ્ખું રાખવામાં ગ્રામજનોનો સહયોગ જરૂરી પંચાયત દ્વારા ગ્રામજનોને ઘરનો કચરો જાહેર રસ્તા પર ન ફેંકવા, કચરો લેવા આવતી રિક્ષામાં જ આપવાની, પશુઓના વાસીદા સમયસર દૂર કરવાની અને આસપાસ સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી છે. ગ્રામજનો પણ સહભાગી બનશે તો ઓછા ખર્ચે અને ઓછી મહેનતે ગામને કાયમી સ્વચ્છ રાખી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *