મિત્રના અંતિમ સંસ્કારમાં રડી પડ્યો સલમાન ખાન

એક્ટર સલમાન ખાન પરિવાર સાથે મંગળવારે તેના ફેમિલી ફ્રેન્ડ કુમુદ રાણેના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો. આ દરમિયાન સલમાનના ભાઈ સોહેલ, અરબાઝ અને તેમની માતા સલમા ખાન પણ હાજર હતાં. અંતિમ સંસ્કાર દરમિયાન સલમાન ખૂબ જ ભાવુક દેખાયો.

હજુ સુધી એ માહિતી સામે આવી નથી કે કુમુદ રાણેનું નિધન કયા કારણે થયું. કુમુદ દુબઈમાં વર્ષ 2005માં સ્થાપિત લક્ઝરી બ્યુટી લાઉન્જ અને સલૂન ‘રેઈન બ્યુટી બાર’ના માલિક હતા. તેઓ સલમાન ખાન, સીમા સજદેહ, મહીપ કપૂર અને સંજય કપૂર જેવા અનેક ફિલ્મી સેલેબ્સના નજીકના મિત્ર હતા. તેમના નિધન પર સંજય કપૂરે પોસ્ટ કરતા લખ્યું, તમે હંમેશા અમારા દિલમાં રહેશો.

ગયા મહિને સલમાન ખાને પોતાના 42 વર્ષ જૂના નજીકના મિત્ર સુશીલ કુમારના નિધન પર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું હતું. સલમાને જણાવ્યું હતું કે સુશીલ તેના માટે માત્ર મિત્ર જ નહીં, પરંતુ એક ભાઈ જેવા હતા. સુશીલ માટે સલમાને એક લાંબી અને ભાવનાત્મક નોંધ લખી હતી.

સલમાને પોતાના અને પિતા સલીમ ખાન સાથે સુશીલની જૂની તસવીરો શેર કરી છે. એક્ટરે લખ્યું કે સુશીલ છેલ્લા 42 વર્ષથી તેમની સાથે ભાઈની જેમ હતા. તેઓ ખૂબ જ દયાળુ અને મદદગાર વ્યક્તિ હતા. સલમાનના મતે, ભલે આર્થિક તંગી હોય, ભાવનાત્મક પરેશાની હોય કે શારીરિક બીમારી, સુશીલના ચહેરા પરથી સ્મિત ક્યારેય ઓછું થતું નહોતું. તેઓ મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ડાન્સ કરતા હતા અને હસતા રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *