માથું કાપવાના પ્રયાસ બાદ આયર્લેન્ડ-બ્રિટનમાં ફાટી નીકળેલા રમખાણો

આયર્લેન્ડના બેલફાસ્ટમાં એક આઇરિશ વ્યક્તિનું માથું કાપવાના પ્રયાસના વિરોધમાં શરૂ થયેલું પ્રદર્શન બુધવારે મોટા ઇમિગ્રેશન વિરોધી રમખાણોમાં ફેરવાઈ ગયું. આયર્લેન્ડ અને બ્રિટનમાં એક ડઝનથી વધુ સ્થળોએ હિંસા, આગચંપી અને લૂંટફાટની ઘટનાઓ સામે આવી. બેલફાસ્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં નકાબપોશ ટોળાએ ઘરો, દુકાનો, બસો અને કારને નિશાન બનાવ્યા.

બેલફાસ્ટના ન્યુટાઉનઆર્ડ્સ રોડ પર ઘણી ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી, શેંકિલમાં બે દુકાનો લૂંટી લેવામાં આવી અને એક આફ્રિકન પ્રવાસીની દુકાનને આગ ચાંપી દેવામાં આવી. લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર અને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં પણ પ્રવાસી વિરોધી પ્રદર્શન દરમિયાન ભારે હિંસા થઈ.

હિંસાની શરૂઆત બેલફાસ્ટમાં છરીબાજીની ઘટના બાદ થઈ હતી. સુદાનના એક શરણાર્થીનો એક આઇરિશ વ્યક્તિ સાથે વિવાદ થયો હતો. આ દરમિયાન હાદીએ છરી વડે તેનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં 40 વર્ષીય આઇરિશ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ વિરોધ પ્રદર્શનોની અપીલો તેજ બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, છરીબાજીની ઘટનાનો આરોપી હાદી અલોદિદ સુદાનથી પેરિસ અને પછી ડબલિન આવ્યો હતો. 2023માં તે બેલફાસ્ટ પહોંચ્યો અને આશરો માગ્યો. તેને બ્રિટનમાં 2028 સુધી રહેવાની મંજૂરી મળી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *