મનપાનાં સફાઈ તંત્રમાં 25 SI અને 49 SSIની બદલી કરતા મ્યુ. કમિશ્નર

રાજકોટ મહાપાલિકામાં બદલી બઢતીના ચાલતા દૌર વચ્ચે તાજેતરમાં કમિશ્નરે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેકટર અને સબ ઇન્સ.ની બદલીનો મોટો ઘાણવો કાઢયો છે. પર્યાવરણ ઇજનેર સહિતના અધિકારીઓની બે દિવસ પહેલા ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદ નવા હુકમમાં 25 એસઆઇ અને 49 એસએસઆઇની અલગ અલગ વોર્ડમાં બદલી કરતા હુકમ દેવાંગ દેસાઇએ બહાર પાડયા છે. તાજેતરમાં કમિશ્નરે આ કેડરના અધિકારીઓને માંગણી મુજબ બદલી આપવા તક આપવા અરજી મંગાવી હતી. આ હુકમમાં ઘણા કેસમાં આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. તો સરકારના સામાન્ય નિયમ મુજબ ત્રણ વર્ષ ઉપરના તમામ અધિકારીને બદલવામાં આવતા 1999થી એટલે કે 25 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતા ઘણા અધિકારીઓ બદલાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *