ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં છઠ્ઠો મેડલ મળ્યો

ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં છઠ્ઠો મેડલ જીતી લીધો છે. બિંદિયારાની દેવીએ વુમન્સ 58 kg વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં કુલ 199 kg (87 kg સ્નેચ + 112 kg ક્લીન એન્ડ જર્ક) વજન ઉપાડીને બ્રોન્ઝ પોતાના નામે કર્યો. આ સાથે જ ભારતના કુલ 6 મેડલ થઈ ગયા છે. વેઇટલિફ્ટિંગમાં આ પાંચમો મેડલ છે

નાઇજીરિયાની રફિયાતુ ફોલાશાડે લાવલે 229 kg (103+126) વજન ઉપાડીને ગેમ્સ અને કોમનવેલ્થ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો. કેનાડાની એન સોફી ટાશેરોએ 215 kg (94+121) વજન ઉપાડીને સિલ્વર પોતાના નામે કર્યો.

બિંદિયારાનીએ સ્નેચમાં 83, 85 અને 87 kg વજન ઉપાડ્યું. ક્લીન એન્ડ જર્કમાં તેમનો પહેલો 110 kgનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. તેમણે બીજા પ્રયાસમાં 112 kg ઉપાડ્યું. જોકે ત્રીજા પ્રયાસમાં 116 kg ઉપાડી શક્યાં નહીં.

આ 27 વર્ષની બિંદિયારાનીનો સતત બીજો કોમનવેલ્થ ગેમ્સ મેડલ છે. તેમણે બર્મિંગહામ 2022માં સિલ્વર જીત્યો હતો. 2023માં ઘૂંટણની ઈજા છતાં તેમણે કમબેક કરી અને આ વખતે નવા વજન કેટેગરીમાં બ્રોન્ઝ મેળવ્યો.

ભારત મેડલ ટેલીમાં આઠમા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા 18 ગોલ્ડ સહિત 42 મેડલ સાથે પ્રથમ સ્થાને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *