ભાયાવદરમાં નિર્મળ પથની ફૂટપાથ પરના રંગરોગાન 56 દિવસમાં જ ફિક્કા પડવા લાગ્યા

ભાયાવદરમાં રહેતા લોકોને ગામડા કરતાં શહેરમાં વસતા હોવાનો અહેસાસ થાય તે માટે પાલિકાએ વિકાસ કામ શરૂ તો કર્યા છે પરંતુ એ જાણે ભ્રષ્ટાચારનો પીળો પરવાનો બની ગયો હોય તેમ કામમાં મલાઇ તારવી લેવાનું શાસકો ચૂકવા માગતા ન હોય તેવો ઘાટ ઘડાયો છે.

ભાયાવદર શહેરના લોકોને વધુ સારી સુવિધા મળે તેવા હેતુ માટે સરકારે 1 કરોડ રૂપિયા નગરપાલિકાને ગ્રાન્ટ પેટે ફાળવ્યા હતાં તેમાં આઇકોનિક રોડ જે બનાવાનો બાકી છે અને તેમાં આવતા તમામ કામો જેમાં ફૂટપાથ, પેવર બ્લોક, બાંકડા, ઇલેક્ટ્રિક થાંભલાનું વાયરિંગ, તેમજ માર્બલની બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે એક પણ કામ એવું બાકી નથી કે કોન્ટ્રાક્ટર અને સત્તાધીશો દ્વારા તેમના ભ્રષ્ટાચાર રૂપી કાળા હાથ ન કર્યા હોય.

હજુ તો આ રોડ ઉપર મુકવામાં આવેલ બેઠકોમાં લોકોનું ધ્યાન ભટકાવા માટે તેમાં જુદા જુદા કલરના પેન્ટિંગ ચિત્રો દોરી દેવામાં આવ્યા હતા. પણ એક કહેવત પ્રમાણે કરેલ ખોટા પાપ પાતાળ માંથી પણ બહાર આવે તે મુજબ માત્ર 56 દિવસમાં આ બેઠકોના કલર પેન્ટિંગ ઉખળવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *