બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે સોમવારે વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે કહ્યું કે લેબર પાર્ટીને નથી લાગતું કે હું આગામી ચૂંટણીમાં નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ છું.

સ્ટાર્મરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે લેબર પાર્ટીની અંદર તેમના નેતૃત્વને લઈને લાંબા સમયથી અસંતોષ વધી રહ્યો હતો. હાલના મહિનાઓમાં ઘણા સાંસદો અને મંત્રીઓએ તેમના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન અને ઘટતી લોકપ્રિયતાએ પણ તેમના પર દબાણ વધાર્યું હતું.

બીબીસીના રિપોર્ટ અનુસાર, એન્ડી બર્નહેમ તેમના ઉત્તરાધિકારી બનવાની રેસમાં સૌથી આગળ છે. બર્નહેમે હાલમાં મેકરફિલ્ડ પેટાચૂંટણી જીતીને સંસદમાં વાપસી કરી છે અને તેમને લેબર સાંસદોના મોટા ગ્રુપનો ટેકો હોવાનું કહેવાય છે.

આ ઘટનાક્રમથી બ્રિટનમાં રાજકીય અસ્થિરતા વધુ ઘેરી બની છે. કીર સ્ટાર્મર છેલ્લા દસ વર્ષમાં પદ પરથી રાજીનામું આપનારા છઠ્ઠા વડાપ્રધાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *