બોટાદની અવનિ ચાવડા, રાજકોટનો સ્પીડ સ્ટાર મોહિત ટીમ ઈન્ડિયા U-19માં સિલેક્ટ

સૌરાષ્ટ્રના સ્પોર્ટ્સ પ્રેમીઓ અને ખેલજગતના નિષ્ણાતો માટે જૂન મહિનો અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સાબિત થયો છે.

સૌરાષ્ટ્રના આંગણેથી એક સાથે બે-બે યુવા ખેલાડીઓએ પોતાની અદભુત રમતને જોરે ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી સુધીની સફર ખેડીને ઈતિહાસ રચી દીધો છે.

બોટાદની આશાસ્પદ ઓફ-સ્પિનર અવનિ ચાવડાની ભારતીય મહિલા અંડર-19 T20 ટીમમાં પસંદગી થઈ છે જ્યારે રાજકોટના જ ફાસ્ટ બોલર મોહિત ઉલ્વાએ ભારતીય મેન્સ અંડર-19 વન-ડે ટીમમાં સ્થાન મેળવીને સૌરાષ્ટ્રનું નામ આખા દેશમાં ચમકાવ્યું છે.

અવનિ ચાવડા: બોટાદથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર મૂળ બોટાદની વતની અને જમણેરી પ્રતિભાશાળી ઓફ-સ્પિનર અવનિ ચાવડાએ સૌરાષ્ટ્રના મહિલા ક્રિકેટમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. અવનિએ સ્થાનિક સ્તરે તમામ ફોર્મેટમાં પોતાની પકડ મજબૂત કરી છે. તેણે ટીમ સૌરાષ્ટ્ર તરફથી અલગ અલગ ફોર્મેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. પોતાની ધારદાર સ્પિન બોલિંગના જોરે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરનારી સૌરાષ્ટ્રની પ્રથમ યુવા મહિલા ક્રિકેટરોમાંની એક બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *