બે ડઝન સ્ટાર્સ છતાં ઉદય-મજનુ વગરની ‘વેલકમ 3’નું ટ્રેલર રિલીઝ!

બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી ‘વેલકમ’ની ત્રીજી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. YRF સ્ટુડિયો ખાતે યોજાયેલા એક ભવ્ય ઇવેન્ટમાં ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી વચ્ચે આ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર આ ટ્રેલર દર્શકોને નોન-સ્ટોપ મનોરંજન પૂરું પાડશે.

અનોખી વાર્તા અને ‘ફેક ફિલ્મ’નું કનેક્શન

આશરે 4 મિનિટ અને 10 સેકન્ડ લાંબા આ ટ્રેલરની શરૂઆત એક ફની વાક્યથી થાય છે, જેમાં લખ્યું છે – “ઇન્ડિયાની પહેલી 2000 કરોડની ફેક ફિલ્મ”. ટ્રેલરની ઝલક પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વાર્તા આર્મીના બેકગ્રાઉન્ડ પર એક નકલી ફિલ્મ બનાવવાના વિષય અને તેની આસપાસ રચાતા તિકડમ પર આધારિત છે. ફિલ્મનું ડિરેક્શન અહેમદ ખાન દ્વારા કરવામાં આવ્યું છે.

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત અક્ષય કુમાર-સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની જોડી. ટ્રેલરના સીન દર્શકોને તેની આઇકોનિક ફિલ્મ ‘હેરા ફેરી’ના દિવસોની યાદ અપાવે છે. ટ્રેલરમાં રવિના ટંડન, દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડીઝ, લારા દત્તા, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, દલેર મહેંદી, આફતાબ શિવદાસાની, કૃષ્ણ અભિષેક, કીકુ શારદા, ફરીદા જલાલ, મુકેશ તિવારી, યશપાલ શર્મા, ઝાકિર હુસૈન, કિરણ કુમાર, વિંદુ દારા સિંહ, જોની લીવર, રાજપાલ યાદવ, પરેશ રાવલ, જેકી શ્રોફ, અરશદ વારસી, સુનીલ શેટ્ટી અને અક્ષય કુમારનો એક ગીતના સિક્વન્સ દ્વારા પરિચય કરાવવામાં આવ્યો છે. તેની સાથે એક ગોરિલાનો પણ ઉલ્લેખ છે. ટ્રેલરમાં કુલ 24 કલાકારો દેખાય છે, જેમાં પાંચ હીરોઈન ગ્લેમર વધારશે. જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં દેખાશે.

જોકે, બે ડઝન કલાકાર વચ્ચે પણ ‘વેલકમ’નો પ્રાણ એટલે કે ઉદય-મજનુની જોડી ટ્રેલરમાં કયા જોવા મળી નથી. આ સિવાય ફિલ્મનું ફેમસ પાત્ર બલ્લુ પણ જોવા મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *