બેંગલુરુ સતત બીજીવાર ફાઈનલમાં પહોંચી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી સીઝનમાં IPLના ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમે મંગળવારે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવ્યું છે. હવે ગુજરાત એલિમિનેટર મેચ જીતનારી ટીમ સામે ક્વોલિફાયર-2 રમશે. એલિમિનેટર સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે ન્યૂ ચંદીગઢમાં રમાશે.

બેંગલુરુએ ધર્મશાલામાં ટૉસ હાર્યા બાદ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 19.3 ઓવરમાં 162 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

પાટીદાર-કૃણાલ વચ્ચે 95 રનની ભાગીદારી

વેંકટેશ અય્યરે 7 બોલમાં 19 રન બનાવીને બેંગલુરુને ઝડપી શરૂઆત અપાવી. ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે ઇનિંગ્સ સંભાળી. કોહલીએ 25 બોલમાં 43 અને પડિકલે 19 બોલમાં 30 રન બનાવ્યા. બંનેના આઉટ થયા પછી કેપ્ટન રજત પાટીદારે 33 બોલમાં અણનમ 93 રન ફટકાર્યા. તેની આ ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 9 સિક્સર રહી.

પાટીદાર અને કૃણાલ પંડ્યા વચ્ચે ચોથી વિકેટ માટે 95 રનની ભાગીદારી થઈ. કૃણાલે 28 બોલમાં 43 રન બનાવ્યા. તેણે 5 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી. છેલ્લી ઓવરોમાં જિતેશ શર્માએ 5 બોલમાં 15 રન બનાવીને ટીમને 250ને પાર પહોંચાડી. ગુજરાત માટે કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *