રાજકોટ જિલ્લાના ઉપલેટામા રેલવે સ્ટેશન પાસે તાલુકા અને શહેરનો એક માત્ર જનતા ગાર્ડન આવેલો છે. આ ગાર્ડન વર્ષો જુનો હોઈ હવે ગાર્ડન મા રહેલ બાળકોના ઝૂલા ચકરડી લપસીયા સહિતના સાધનો તૂટેલી હાલતમા હોઈ બાળકો મુશ્કેલીમા મૂકાયા છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રેલવે સ્ટેશન પાસે તાલુકા અને શહેરનો એક માત્ર જનતા ગાર્ડન આવેલો છે. આ ગાર્ડન વર્ષો જૂનો હોઈ હવે ગાર્ડનમા રહેલા બાળકોના ઝૂલા, ચકરડી, લપસીયા સહિતના સાધનો તૂટેલી હાલતમાં હોઇ બાળકો મુશ્કેલીમાં મુકાયા છે. નગર પાલિકાના સદસ્યો દિવસમાં બે વાર ત્યાંથી પસાર થતા હોવા છતાં કોઇનું ધ્યાન ગાર્ડન ઉપર જતું ન હોઇ તેમ લાગી રહ્યું છે.
ઉદ્યાન વેરાન જંગલ સમાન બની ગયો હોવા છતાં પાલિકા તેની જાળવણી માટે કોઇ જ પ્રયત્ન કરતી ન હોવાનું સાબિત થઇ રહ્યું છે. શહેર અને તાલુકાના એક માત્ર જનતા ઉદ્યાનની હાલત અત્યંત દયનીય બની છે. ચોમાસું જામે તે પહેલાં પાલિકા સાધનોની મરામત કરાવે અને વૃક્ષોના વાવેતર કરી દે તો કુદરત તેનું કામ કરી જ દેશે..
બાળકો હોંશભેર રમવા આવે અને નિરાશ વદને પાછા ફરે ઉપલેટા શહેરના લોકોના જણાવ્યા મુજબ સિનિયર સિટિઝન્સ સવારે અને સાંજે ગાર્ડનમા બેસવા આવે છે. પરંતુ તમામ બાંકડા ટેબલ તૂટી ગયા છે. અમુક કપલ ફોટોસેશન માટે આવે તો પણ નીરાશા મળે. કેમકે વૃક્ષો જ નથી. ખુલ્લામાં મોકળામને રમી શકાય તે માટે બાળકો આવે ખરા, પરંતુ રમત ગમતના સાધનો તૂટેલા હોવાથી નિરાશ થઇને પાછા ફરવું પડી રહ્યું છે.આથી હવે પાલિકા આ બાબતને ગંભીરતાથી લે અને ઉદ્યાનને ફરી હરિયાળું બનાવવા કમર કસે, સાધનોની મરામત કરાવે અને બગીચાને રમણીય બનાવે તેવી લોક માગણી ઉઠી છે.