બાંગ્લાદેશમાં ચારે તરફથી ઘેરાઈ રહમાન સરકાર

બાંગ્લાદેશમાં વડાપ્રધાન તારિક રહેમાનની 9 મહિના જૂની સરકાર સામે રાજકીય અને આર્થિક પડકારો વધતા જઈ રહ્યા છે. દેશમાં કપડા ઉદ્યોગના મજૂરો પગાર વધારવાની માંગને લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પ્રતિબંધિત પાર્ટી અવામી લીગે રાજકીય પ્રવૃત્તિઓ તેજ કરી દીધી છે.

આ દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ પણ સરકાર વિરુદ્ધ 21 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરવાનો જાહેરાત કરી છે. જમાતે સરકાર પર હિંસા રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.

બગડતી પરિસ્થિતિ વચ્ચે સરકારે 7 જિલ્લાઓમાં સરહદ સુરક્ષા દળની 97 ટુકડીઓ તૈનાત કરી છે. પોલીસે અનેક ધરપકડો પણ કરી છે. તેમ છતાં સતત વધી રહેલા વિરોધ પ્રદર્શનોએ તારિક રહેમાન સરકાર પર ચારે તરફથી દબાણ વધારી દીધું છે.

હિંસાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. નરાઈલ જિલ્લામાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ, પૂર્વ સાંસદો અને સમર્થકોનાં લગભગ 50 ઘરો અને દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી.

આ ઘટના શુક્રવારે કાલિયા ઉપજિલ્લાના બેંદર ચાર ગામમાં બની. હુમલાખોરોએ અનેક ઘરોમાં તોડફોડ કરી અને ત્યાં રાખેલું ફર્નિચર, કિંમતી સામાન તથા અન્ય વસ્તુઓ લૂંટી લીધી.

પૂર્વ પીએમ શેખ હસીના દેશ પરત ફરવાની વાત કહી ચૂકી છે. ત્યારથી જ તણાવ વધી ગયો છે. છેલ્લા દિવસોમાં થયેલી હિંસામાં પીએમ તારિક રહમાનની પાર્ટી BNPના બે નેતાઓની હત્યા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *