બનાસકાંઠામાં સરેરાશ 60.44 ટકા મતદાન

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે (26 એપ્રિલ) ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ, જેમાં સરેરાશ 60.44 ટકા નોંધપાત્ર મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 404 બેઠક માટે 1003 ઉમેદવારના ભાવિ EVM મશીનમાં કેદ થઈ ગયા છે, જેનું પરિણામ હવે 28મી એપ્રિલે આવશે.

મતદાનના દિવસે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને પાલનપુરમાં ન્યૂ પાલનપુર સહિત 20 જેટલી સોસાયટીના રહીશો ઢોલ-નગારાના તાલે ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા. દરમિયાન, જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મતદાન મથકોની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે અમીરગઢના ઘાંઘુ ગામે ઈવીએમ ખોટકાયાની ફરિયાદ વચ્ચે સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચ સતત દેખરેખ રાખી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *