પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ, ગંદકી કરતા 166 આસામીઓને દંડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-2021 અન્વયે તારીખ 5 થી 7 એમ કુલ 3 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 166 આસામીઓ પાસેથી 14.065 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.42,350 નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *