પોપટપરામાં પતિએ પત્નીને મારી નાખવાની ધમકી આપી કાઢી મુકી

શહેરમાં પોપટપરા પાસેના કૃષ્ણનગરમાં રહેતા મહિલાને પતિએ મારકૂટ કરી ધમકી આપી હોવાની ફરિયાદ કરતા પ્ર.નગર પોલીસે પતિ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કૃષ્ણનગરમાં રહેતા શેલીનાબેન આસીફભાઇ મોડએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે તેના પતિ આસિફ દાઉદભાઇ મોડનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ચાર વર્ષ પહેલા ડ્રાઇવિંગનું કામ કરતા આસિફ સાથે થયા હતા. દરમિયાન પતિ અવારનવાર મારકૂટ કરી ત્રાસ આપતો હોય તારિખ 25-10ના રોજ સવારે તેના ઘેર હતા તે દરમિયાન પતિએ ઝઘડો કરી મારકૂટ કરી ગળુ દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ કરતા પીએસઆઇ પઢિયાર સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *