પુત્ર ઇચ્છતી સાસુએ પુત્રીનો જન્મ થતાં પરિણીતાને સતામણી કરી ત્રાસ ગુજાર્યો

મેટોડા ગેટ નં.1માં જીગ્નેશ પાર્કમાં રહેતી બંસીબેન જયેશભાઈ સોલંકી (ઉં.વ.23)એ મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટાના કોલકી ગામે રહેતા પતિ જયેશ સોલંકી, જેઠ જીતેશ સોલંકી, જેઠાણી મિતલ સોલંકી, જેઠ શૈલેષ સોલંકી, જેઠાણી ભારતી સોલંકી અને સાસુ કંચન સોલંકીના નામ આપ્યા હતા.

બંસીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના વર્ષ 2022માં સમાજના રીત રિવાજથી લગ્ન થયા હતા. લગ્નથી તેણીને સંતાનમાં એક દોઢ વર્ષની પુત્રી છે. બાદ એકાદ વર્ષ સુધી બધું સરખું રહ્યું, પરંતુ બાદમાં મોટા જેઠાણી ભારતીબેન અને સાસુ કંચનબેન ઘરકામ અને કરિયાવર બાબતે મેણાંટોણાં મારતા હોય અને પતિની કાનભંભેરણી કરતા હતા. જેથી પતિ પણ તેણીને મારકૂટ કરતો હતો. જ્યારે તેણી ગર્ભવતી હતી ત્યારે ડોક્ટરે તેણીને વજનદાર વસ્તુ ઉપાડવાની ના કહી હોવા છતાં સાસુ અને જેઠાણી પતિના કામ પર ગયા બાદ ઘરનું સઘળું કામ તેની પાસે કરાવતા હતા અને જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે તબીબે સાસુને ઘરે દીકરી જન્મી હોવાનું જણાવતાં જ સાસુનું મોં ચડી ગયું અને તેઓ ધોરાજી હોસ્પિટલેથી તરત જ ઘરે રવાના થઈ ગયા હતા.આ ઉપરાંત દીકરીને રમાડતા નહીં કે રડતી હોય તો છાની પણ ન રાખતા હોય અને દીકરી માટે કંઈ પણ ખર્ચ કર્યો હોય તો તેનો વિરોધ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *