પીજીવીસીએલના મીટર કોન્ટ્રાક્ટરના બંધ મકાનના તાળાં તોડી રૂ.2.79 લાખની ચોરી

વાવડીમાં પુનિતનગર રોડ પર શ્રીજી રેસિડેન્સીમાં રહેતા અને પીજીવીસીએલમાં મીટર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા શાંતિલાલ શંકરલાલ લુહારએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પત્નીએ આંખનું ઓપરેશન કરાવેલ હોય પુત્રી સાથે મારા સસરાના ઘેર ગોંડલ ચોકડી પાસે રિદ્ધિ સિદ્ધિ પાર્કમાં રોકાયા હતા.

બાદમાં શાંતિલાલ પણ તા.15ના રોજ સાંજે મકાનને તાળાં મારી સસરાના ઘેર ગયા હતા અને ત્યાં જ રોકાઇ ગયા હતા. સવારે મકાન માલિકનો ફોન આવ્યો અને તમારા મકાનના તાળાં તૂટેલા હોવાનું જણાવતા તપાસ કરી હતી. મકાનમાં સામાન વેરવિખેર હોય અને પત્નીએ કપડાંમાં રાખેલ પર્સ મળી આવ્યું નહી. જેમાં સોનાના બે નાના મોટા મંગલસૂત્ર, સોનાની વીંટી, કાનમાં પહેરવાની સર, ચાંદીનો કંદોરો મળી રૂ.2.79 લાખની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *