પરિક્રમામાં જનારા યાત્રીઓ માટે મહત્વનાં સમાચાર

પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં આયોજિત થનાર પ્રસિદ્ધ પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધાઓ માટે બંને જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાએ વધુમાં વધુ મુસાફરોને આ સ્પેશિયલ ટ્રેનોનો લાભ લેવા માટેની અપીલ કરી છે.

મેળા સ્પેશિયલ ટ્રેનોની વિગતો

1) ટ્રેન સંખ્યા 09604/09603 રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ

ટ્રેન સંખ્યા 09604 રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10:25 વાગ્યે ઉપડીને બપોરે 13:00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન સંખ્યા 09603 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 13:40 વાગ્યે ઉપડીને સાંજે 17:05 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન 18 થી 26 નવેમ્બર, 2026 સુધી (20 અને 24 નવેમ્બર સિવાય) દરરોજ દોડાવવામાં આવશે.

2) ટ્રેન સંખ્યા 09606/09605 રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ

ટ્રેન સંખ્યા 09606 રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી રાત્રે 23:30 વાગ્યે ઉપડીને બીજા દિવસે મધ્યરાત્રિએ 02:45 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન સંખ્યા 09605 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી સવારે 04:25 વાગ્યે ઉપડીને સવારે 06:55 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન પણ બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન 18 થી 26 નવેમ્બર, 2026 સુધી (19 અને 23 નવેમ્બર સિવાય) દરરોજ દોડાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *