નિવૃત ASIના પુત્રએ મિત્ર પર ફાયરિંગ કર્યું

રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલા જેમકો સેલ્સ એન્ડ સર્વિસ કમ્પાઉન્ડમાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રૂપિયાની લેતી-દેતીના વિવાદમાં મિત્ર એવા દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગર વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ફાયરિંગ સુધી પહોંચ્યો હતો.

ગાંધીગ્રામ પોલીસ દ્વારા બન્ને આરોપી દિવ્યરાજ સરવૈયા અને રામદેવ ડાંગરને આગળની તપાસ માટે SOG પોલીસને સોંપવામાં આવતા SOG પોલીસે બન્નેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપી રામદેવ ડાંગર ગેરકાયદે હથિયાર ક્યાંથી લાવ્યો હોવાનું તેમજ તેની પાસે અન્ય કોઈ હથિયાર છે કે કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

પરવાનાવાળા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ ઘટનાની વિગતો મુજબ, દિવ્યરાજસિંહ સરવૈયાએ પોતાના પરવાનાવાળા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેમાંથી એક રાઉન્ડ રામદેવ સામે અને એક હવામાં કરવામાં આવ્યો હતો. બીજી તરફ, રામદેવ ડાંગર પણ ગેરકાયદે હથિયાર સાથે ફાયરિંગ કરવાની સ્થિતિમાં હતો, પરંતુ ત્યાં હાજર અન્ય લોકોએ સમયસૂચકતા વાપરી બંનેને છૂટા પાડતા મોટી જાનહાનિ ટળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *