રાજકોટ-અમદાવાદ હાઇવે પર સોખડા ચોકડીથી આગળ ઇન્ડિયન ઓઇલના પ્લાન્ટ સામે ગઇકાલે રાત્રિના અજાણ્યા વાહનના ચાલકે રસ્તો ઓળંગતા અને પારેવડા ગામે રહેતા સમદીનાથ ભોટનાથ બામણીયા (ઉ.વ.32) નામના યુવકને ઠોકર મારી હડફેટે લેતા તેને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જનાર વાહનચાલક પોતાની ગાડી સહીત ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. મૃતક સવારના રાજકોટ જવા માટે ઘરથી નીકળ્યા બાદ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. .
આ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઇવે પર પહોંચ્યા ત્યારે ત્યાં લોકોનું ટોળું એકત્ર થયેલું જોવા મળ્યું hહતું અને ત્યાં સમદીનાથ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં મૃતક ત્રણ ભાઈ અને ચાર બહેનમાં નાનો હતો અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે મૃતકના સબંધીની ફરિયાદના આધારે કુવાડવા પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
કાર લે-વેચ કરતા યુવાને પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઈલ પીધું રજનીશભાઈ પાલા (ઉ.વ.40) કાર લે-વેંચનો ધંધો કરે છે અને તેઓ બે ભાઈમાં મોટા છે તેમજ તેમને સંતાનમાં બે દિકરા હોવાનું સામે આવ્યું છે. નડીયાદના અનીલ નામનો વ્યક્તિ અને રાજકોટના તેના ભાણેજ અમિતને એક થાર કાર રજનીશભાઈએ વહેંચી હતી જે બંનેએ કાર પોતાના નામે કરાવી લઇ પુરી રકમ આપી ન હતી જે અંગે ભક્તિનગર પોલીસમાં અરજી પણ કરી હતી જે અંગે પીઆઈને રજુઆત કરતા કાર તુરંત કાર્યવાહીથી પરત અપાવવા સૂચના આપી હતી પણ જેની પાસે તપાસ હતી તે પોલીસ સ્ટાફે ગંભીરતાથી તપાસ ન કરી હોવાના આક્ષેપ સસથે પોલીસ કમિશનર કચેરીએ આવી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે તેનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.