જેતપુરમાં સાડી ઉદ્યોગ દ્વારા ફેલાવાતા પ્રદુષણ મુદે જીપીસીબી અને જેતપુર પ્રિન્ટિંગ એન્ડ ડાઇંગ એસોસિએશન સાથે મળીને પ્રદુષણ નહીંવત થાય અને ઉદ્યોગોમાંથી નિકળતું પાણી ખેતરો અને જમીનને બરબાદ ન કરે તેમજ એ પાણી પીવાના પાણીમાં ન ભળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરીને કામ કરી રહ્યા છે
પરંતુ અમુક કારખાનેદારો આ પાણી સમ્પ સુધી પહોંચાડવાને બદલે સીધું જ નદીમાં વહાવી દેતાં હોવાથી હવે પ્રિન્ટિંગ એન્ડ ડાઇંગ એસો.એ કડક શબ્દોમાં ચીમકી આપી છે કે નિયમનું ફરજિયાત પાલન કરો અથવા તો જે પરિણામ આવે તે ભોગવવા માટે તૈયાર રહો. ડાઇંગ એસો.ના પ્રમુખ જયંતિભાઇ રામોલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જેતપુરના સાડી ઉઘોગ પ્રદુષણ મુદ્દે ખુબજ એલર્ટ છે અને તકેદારી રાખીને ગુજરાત પ્રદુષણ બોર્ડ જીપીસીબીના નિયમો મુજબ કામ કરી રહ્યા છે અને કારખાનાનું કેમિકલ યુક્ત પાણી ટેન્કરોની મદદથી સમ્પ સુધી પહોંચાડી તેને રીટ્રીટ કરી શકાય.