ટંકારાનાં રોહીશાળામાં કપરી કટોકટીનાં સમયે ત્વરિત કામગીરી કરતા ત્રણ નવજાતનો કિલકિલાટ ગુંજ્યો

રાજકોટ 108ની ટીમ ટંકારાના રોહિશાળા ગામે અંધારી રાતે દર્દથી પીડાતી એક માતા માટે સાક્ષાત દેવદૂત બનીને આવી અને જીવન – મરણ વચ્ચે ઝોલા ખાતી એ નાજુક પરિસ્થિતિમાં જ્યારે એકસાથે 3-3 નવજીવનનો ધબકાર સાંભળવાનો હતો, ત્યારે 108ના EMT જિગ્નાશા લુહાર અને પાઇલટ સુરેશભાઈએ પોતાની હિંમત, સંવેદનશીલતા અને કુશળતાથી એક અશક્ય લાગતા ચમત્કારને શક્ય કરીને બતાવ્યો હતો.

યોગ્ય તબીબી માર્ગદર્શન અને કાળજી સાથે જ્યારે એક પછી એક ત્રણ સ્વસ્થ પુત્રોનો કિલકિલાટ ગુંજી ઊઠ્યો, ત્યારે માતાના આંખોમાંથી છલકાયેલા હર્ષના અશ્રુઓએ ઉપસ્થિત સૌ કોઈના દિલ સ્પર્શી લીધા. એક માતાનો ખોળો ત્રણ સુંદર પુત્રોથી ભરીને તેમને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવાની 108 ટીમની આ માનવીય કામગીરીને સૌએ બિરદાવી હતી.

108 ટીમ પહોંચી ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને નાજુક હતી
19 સપ્ટેમ્બરની સાંજે 8.48 કલાકે રાજકોટ 108 ટીમને રોહિશાળા ખાતેથી પ્રસૂતિનો કૉલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને પડધરી ટીમના EMT જિગ્નાશા લુહાર અને Pilot સુરેશભાઈ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. ગામમાં રહેતા દર્દી નિરુબેન દિનેશભાઈ વાસકલાના ઘરે જ્યારે 108 ટીમ પહોંચી ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને નાજુક હતી, કારણ કે એક બાળકનો જન્મ ઘરે જ થઈ ચૂક્યો હતો અને દર્દી ખૂબ જ પીડામાંથી પસાર થઈ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *