જેતપુર પોલીસે ચોરાયેલા 4 બાઈક માલિકોને પરત કર્યા

જેતપુર તાલુકા પોલીસે ચોરીની 4 મોટરસાયકલ શોધી મૂળ માલિકોને પરત સોંપી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજાયો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને વાહન ચેકીંગની કામગીરી કરતી વખતે સર્વેલન્સ ટીમે ત્રણ ઇસમોને ચોરી કરેલ 5 મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

પોલીસે ઈ-ગુજકોપ તથા પોકેટકોપ મોબાઇલની મદદથી સર્ચ કરી મોટરસાયકલના મૂળ માલિકોની શોધખોળ કરી હતી. ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરીને ખાતરી કર્યા બાદ, કુલ રૂ.1,50,000/- ની કિંમતના 4 મોટરસાયકલો મૂળ માલિકોને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પરત સોંપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *