ગણેશજીનો વર્ચ્યુઅલ અભિષેક કરી શકશો. મોબાઇલ પર જ તમે ફૂલ અને પ્રસાદ ચઢાવી શકશો અને આરતી પણ ઉતારી શકશો.
દ્રિક પંચાંગ અનુસાર, ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિ 06 સપ્ટેમ્બરના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને 07 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:37 સુધી ચાલુ રહેશે. ગણેશચતુર્થીએ ગણેશ સ્થાપન અને પૂજા માટેનો સમય 7 સપ્ટેમ્બરે બપોરે 11:03થી 1:33 સુધીનો રહેશે. પૂજાનો કુલ સમયગાળો 02 કલાક 31 મિનિટનો છે.