ઘરફોડ ચોરી કરતી બેલડી ઝડપાઇ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બન્ને આરોપીઓ કોઈને શંકા ન જાય તે માટે અમદાવાદથી લકઝરી કાર ભાડે કરી રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન રેકી કરી બાદમાં રાત્રીના સમયે બંધ મકાનને ટાર્ગેટ બનાવી ચોરીના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે દુબઈના ટ્રાન્સપોર્ટરના મકાનમાં અને પાનના ધંધાર્થીના ઘરમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી રૂ.11.47 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

બન્ને ચોરીને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં અંજામ આપ્યા ઉલ્લેખનીય છે કે આ બન્ને ચોરીને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં અંજામ આપ્યા બાદ છેલ્લા સપ્તાહ દરમિયાન પોલીસ પુત્રની ઓફિસમાં ચોરીને અંજામ આપ્યો હતો જે કેસમાં ગાંધીગ્રામ પોલીસ બન્ને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા જો કે આ સમયે ઊંડાણ પૂર્વક પુછપરછ અને તપાસ કરી હોત તો કદાચ આ ગુનાનો ભેદ ત્યારે ઉકેલાઈ ગયો હોત અને વધુ મુદામાલ રિકવર કરવામાં પોલીસને ચોક્કસ સફળતા પણ પ્રાપ્ત થઇ શકી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *