ગોંડલ હોસ્પિટલને ઓર્થોપેડિક વિભાગ માટે X-રે મશીન મળ્યું

ગોંડલની રામ સાર્વજનિક હોસ્પિટલને રક્ષાબંધનના શુભ દિવસે ઓર્થોપેડિક વિભાગ માટે અત્યાધુનિક પોર્ટેબલ એક્સ-રે મશીન મળ્યું છે. લંડન નિવાસી દાતા દીપકભાઈ જટાણીયાએ તેમની મામી સ્વ. ભાનુબેન ભગવાનજીભાઈ ખીમજી કોટેચાની પવિત્ર સ્મૃતિમાં આ મશીનનું અનુદાન કર્યું છે.

આ અતિ-આધુનિક એલેન્જ્ર (Allengers) કંપનીનું પોર્ટેબલ એક્સ-રે મશીન હોસ્પિટલના હાડકાના વિભાગમાં દર્દીઓની સારવારમાં મદદરૂપ થશે. દીપકભાઈ જટાણીયાએ આ દાન દ્વારા સમાજ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ નવા મશીનનું લોકાર્પણ રામજી મંદિર, ગોંડલના પરમ પૂજ્ય મહંત જયરામદાસજી મહારાજ (ગુરુ હરિચરણદાસજી મહારાજ)ના હસ્તે કરવામાં આવ્યું હતું. મહારાજએ દાતા પરિવારના આ સેવાકાર્યને બિરદાવીને આશીર્વાદ પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *