ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 44 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યો છે. આ જીત સાથે ગોંડલ નગરપાલિકા ફરી એકવાર વિપક્ષવિહીન બની છે. ભાજપે વિરોધ પક્ષોના તમામ આક્ષેપો અને પ્રચારને પછાડીને સત્તા જાળવી રાખી છે.
ચૂંટણી પહેલા જ 44માંથી 20 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. બાકીની 24 બેઠકો પર પણ ભાજપે વિજય મેળવીને સંપૂર્ણ કબ્જો જમાવ્યો છે. વોર્ડ નંબર 1, 6, 9 અને 11 સંપૂર્ણપણે બિનહરીફ રહ્યા હતા.
એમ.બી. કોલેજ ખાતે મતગણતરી શરૂ થતા જ ભાજપની જીત સ્પષ્ટ થઈ ગઈ હતી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની વ્યુહરચના અને અશોક પીપળીયા તથા પીન્ટુ યુડાસમાના માઈક્રો પ્લાનિંગને આ વિજયનું શ્રેય આપવામાં આવી રહ્યું છે.