ગોંડલમાં ‘ધોળકિયા સાયન્સ ફેસ્ટિવલ 2026’ યોજાયો

ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘ધોળકિયા સાયન્સ ફેસ્ટિવલ 2026’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં 200થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ 70થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. શાળાના સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિત્તે ભાવિ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ વિજ્ઞાન ઉત્સવ યોજાયો હતો.

આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મકતા વિકસાવવાનો હતો. ધોરણ 6 થી 9 ના CBSE અને GSEB (ગુજરાતી માધ્યમ) ના 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એન્જિનિયરિંગ, પર્યાવરણ, ઓર્ગેનિક, જનરલ સાયન્સ અને મેથ્સ જેવા વિવિધ વિષયો પર 70થી વધુ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કર્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ મેનેજિંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, CBSE પ્રિન્સિપાલ ભાવનાબેન ઠક્કર, ભાર્ગવભાઈ, વિધીશા મોડાસીયા, હરેશભાઈ રાઠોડ અને શિક્ષકગણ દ્વારા દીપ પ્રાગટ્યથી થયો હતો. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. રાજકોટથી આવેલી ધોળકિયા સ્કૂલના સાયન્સ ફેકલ્ટી વિધીશા મોડાસીયાની ટીમ દ્વારા તમામ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *