ગુજરાતમાં 22 નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1ના 22 અધિકારીઓની જાહેર હિતમાં બદલી અને નવી જગ્યાએ નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ બદલી હેઠળ વિવિધ જિલ્લાઓમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આદેશ મુજબ અધિકારીઓએ તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ફરજ સંભાળવાની રહેશે.

અમરેલીથી વલસાડ સુધીના જિલ્લાઓનાં અધિકારીઓની ફેરબદલ
મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં અમરેલી, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, તાપી, વડોદરા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં અધિકારીઓની નવી નિમણૂક કરવામાં આવી છે. કેટલાક અધિકારીઓને સ્ટેમ્પ ડ્યૂટી વેલ્યુએશન, જમીન સંપાદન, જિલ્લા વિકાસ અધિકારી કચેરી અને અન્ય વિભાગોમાંથી ચૂંટણી સંબંધિત કામગીરીમાં મૂકવામાં આવ્યા છે.

મહેસૂલ વિભાગના આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સંબંધિત અધિકારીઓને હાલના હોદ્દા પરથી તાત્કાલિક અસરથી કાર્યમુક્ત કરવામાં આવશે. તેમણે નવી જગ્યાએ હાજર થઈ ફરજ સંભાળવાની રહેશે. સાથે જ અધિકારીઓએ નવી જગ્યાએ હાજર થવાનો સમય (Joining Time) ભોગવ્યા વિના તાત્કાલિક નવી ફરજ પર હાજર થવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *