ગોંડલના ગુંદાળા ફાટક નજીક રેલ્વે ટ્રેક પર એક અજાણ્યા યુવકે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.
આ ઘટના બપોરના આશરે 1.45 વાગ્યાની આસપાસ બની હતી. વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન જ્યારે ગોંડલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અજાણ્યા યુવકે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું.
રેલ્વે પોલીસના એએસઆઈ ફીરોજભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે પી.એમ.અર્થે ગોંડલ સિવિલ માં ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેણે કાળા રંગનું ટી-શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલું છે અને જમણા હાથમાં ૐ ત્રોફાવેલ છે.
પોલીસ દ્વારા યુવકની ઓળખવિધિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમને યુવકની ઓળખ મળે તેમને રેલ્વે પોલીસના ફિરોજભાઈ મોબાઈલ નંબર 97233 50836, રાજકોટ રેલ્વે પોલીસ 63596 27790 અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડનો આ નંબર 9104 000 555 પર સંપર્ક કરવા જણાવ્યું છે.