ભારતે ન્યૂઝીલેન્ડને 5 મેચની T20 સિરીઝમાં 3-2થી હરાવ્યું. સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરએ કહ્યું, મારી ડિક્શનરી અને ડિરેક્ટરીમાં ડર નામનો કોઈ શબ્દ નથી.
ગંભીરે પહેલી મેચનું ઉદાહરણ આપીને ખેલાડીઓના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે ટીમે 15 કલાકની લાંબી ફ્લાઇટ બાદ માત્ર એક જ પ્રેક્ટિસ સેશન કર્યું હતું, તેમ છતાં મુકાબલો જીતી લીધો.
ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે બોલિંગ અને ફિલ્ડિંગ વધુ સારી થઈ શકતી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને સિરીઝનો શ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો. તેણે પાંચ મેચમાં 341 રન બનાવ્યા.
ગંભીરે કહ્યું કે વિદેશી પરિસ્થિતિઓમાં રમતી વખતે ટીમે મુશ્કેલ પરિસ્થિતિઓથી ગભરાવું જોઈએ નહીં. ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ ભારતીય ખેલાડીઓને લાંબી મુસાફરી અને ઓછી પ્રેટ્કિસનો સામનો કરવો પડ્યો. તેમ છતાં પ્રથમ મેચમાં જીત મેળવવી સરળ નહોતી. ગંભીરે આ પ્રદર્શનને ટીમની માનસિક મજબૂતીનું ઉદાહરણ ગણાવ્યું.
સિરીઝની શરૂઆતની ત્રણ મેચમાં ભારતે સતત જીત નોંધાવી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે કમબેક કરતાં છેલ્લી બંને મેચ પોતાના નામે કરી.