25 ધારાસભ્યોએ ઉમર અબ્દુલ્લાને અલ્ટીમેટમ આપ્યું

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (NC)ના 25 ધારાસભ્યોએ રવિવારે પાર્ટી નેતૃત્વને 14 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

ધારાસભ્યોએ માંગણીઓ પૂરી નહીં થાય તો સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી આપી છે. મીડિયા અહેવાલો મુજબ, તેઓ રાજભવન જઈને સમર્થન પાછું ખેંચવાની ઔપચારિક જાહેરાત કરી શકે છે.

ધારાસભ્યોએ મુખ્યમંત્રીના સલાહકાર નાસિર સોગામી અને 27 ઑક્ટોબરે થયેલા કેબિનેટ વિસ્તરણમાં બનાવવામાં આવેલા 4 નવા મંત્રીઓને હટાવવાની માંગ કરી છે. આ સાથે તેઓ મંત્રિમંડળમાં મોટા ફેરફારોની પણ માંગ કરી રહ્યા છે. સોગામી પર પાર્ટી નેતૃત્વને ગેરમાર્ગે દોરવાનો અને સંગઠનના કામકાજમાં દખલ કરવાનો આરોપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *