ક્રાઈમ બ્રાન્ચે રિક્ષા ગેંગના 4 શખસોને ઝડપી પાડ્યા

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિક્ષા ગેંગના 4 શખસોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી રોકડ રૂપિયા 56,000, મોબાઇલ અને રિક્ષા કબજે કરી છે. જેનાથી રાજકોટ શહેરના માલવિયા નગર, તાલુકા પોલીસ મથક અને કુવાડવા રોડ પર ચોરીના ગુના ડિટેક્ટ થયા છે. જ્યારે આ શખસોએ રાજકોટ, મોરબી, ગોંડલ અને અમદાવાદમાં મુસાફરોની નજર ચૂકવી નાણા સેરવ્યાની 25 ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.

રાજકોટ પોલિસ કમિશનર દ્વારા મિલ્કત સંબંધી ગુનાઓ તેમજ વાહનચોરી/મોબાઇલ ચોરી તેમજ રિક્ષા તથા અન્ય પેસેન્જર વાળા વાહનોમાં પેસેન્જર બેસાડી બાદ પેસેન્જરના પાકીટ (રૂપિયા) ચોરીના બનતા ગુનાઓ અટકાવવા તેમજ આવા ગુનાઓ ડીટેકટ કરવા માટે આપેલી સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મંગળવારે બાતમીના આધારે મોરબી રોડ બેડી ચોકડીથી આગળ મામા સાહેબના ખીજડા પાસે એચ.પી.ના પેટ્રોલપંપ પાસે પેસેન્જરની નજર ચુકવી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપિયાની ચોરી કરતી ગેંગને ઓટો રિક્ષા સાથે ચાર શખસોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *