દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં 7.4 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. તેમાં અત્યાર સુધીમાં 69 લોકોનાં મોત થયા છે.
ભૂકંપ સ્થાનિક સમય મુજબ સોમવારે સવારે લગભગ 7 વાગ્યે આવ્યો. લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. ઘણી ઇમારતો ખાલી કરાવવામાં આવી છે. સેંકડો લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાજધાની બોગોટાથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં પાલમાર વિસ્તારમાં હતું. તેના આંચકા પડોશી દેશો ઇક્વાડોર અને વેનેઝુએલા સુધી અનુભવાયા હતા.