કોઠારીયા સોલ્વન્ટ પાસે બાઈક અડફેટે વૃદ્ધનું મોત

હરજીભાઈ ભીમજીભાઈ કબર (ઉં.વ.82) ગઈકાલે સવારે પોતાના ઘરેથી ચાલીને રાજકોટ ગોંડલ રોડ ઉપર આવેલ પોતાના પુત્રની પાનની કેબીને જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધ હરજીભાઈને ઠોકરે લઈ રોડ ઉપર ફંગોળી દીધા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં હરજીભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

CNC મશીનના નામે 67.26 લાખની છેતરપીંડી કેસમાં એકની ધરપકડ રાજકોટના વેપારી સાથે CNC મશીનના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી કરનાર રાજકોટના રાહુલ સાગઠિયા નામના શખ્સની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ પોતાના સોના ચાંદીના વેપાર માટે CNC મશીન ખરીદવા માટે આરોપીઓની સાવરીયા કોર્પોરેશન નામની પેઢીના બેંક ખાતામાં પ્રથમ રૂ.17.36 લાખ ત્યારબાદ ફરીયાદીએ લીધેલ લોનના રૂ.49.90 લાખ મળી કુલ 67.26 લાખ RTGS દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. આ પછી તમામ રૂપિયા ઉપાડી લઇ આરોપીઓએ નાસી છૂટ્યા હતા.

આરોપીઓએ કોઈ મશીન મોકલાવ્યું ન હતું અને રૂપિયા પણ પરત ન આપતા છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલ લક્ષ્મણ સાગઠીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી પોતે જ ફ્રોડ પેઢીનો પ્રોપાઈટર હતો તેને ફરીયાદીને ફસાવી લાખો રૂપીયા પડાવ્યાં હતાં. જો કે, તે તમામ રૂપીયા જયદીપ ગીરીશ નનેરા અને જયદીપ પટેલ નામના શખ્સો લઈ નાસી છૂટ્યાની કબૂલાત આપતાં પોલીસે તે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *