કોટડાસાંગાણીના ભાડવામાં 6,400 રોપાનું વાવેતર કરી જતનનો સંકલ્પ

સાંગાણી કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામે 6,400 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે અને સાથે સાથે તેના જતનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ રોપામાં મુખ્યત્વે ઔષધિય વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાડવા ગામે ચાર હેક્ટર સરકાર ખરાબામાં કલેક્ટરની સુચના મુજબ વૃક્ષનું વાવેતર કરાયું છે. ખુબ જ સારી રીતે વૃક્ષની સંભાળ કરવામાં આવી રહી છે. આ વૃક્ષના વાવેતરને ત્રણ માસ જેવો સમય વીતી ગયા બાદમાં જે વૃક્ષોનું નીરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 6200થી વધુ વૃક્ષો ઉજરી ગયા તા અને તેને નિયમિત પાણી મળી રહે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.મામલતદાર જી બી જાડેજા અને ફોરેસ્ટ આરએફઓ શ્રીમતી વિલાસબેન અટાળાએ વૃક્ષોના વાવેતર અને અત્યાર સુધીમાં તેમાં થયેલા પ્રોગ્રેસનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોમાં ચરલ,કરંજ,લીમડો, પીપળો,પીપર, દેશી બાવળ, ઉમરો વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *