કરોડોના ખર્ચે બનેલા નવનિર્મિત ‘સાંઢિયા પુલ’ની તમામ ખામીઓ દૂર

રાજકોટવાસીઓની લાંબા સમયની આતુરતાનો આખરે સુખદ અંત આવ્યો છે. જામનગર રોડ પર ભોમેશ્વર પાસે સાંઢીયા પુલના સ્થાને કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ફોરલેન ઓવરબ્રિજનું આગામી શનિવારે સવારે 10 વાગ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ અત્યાધુનિક બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાતાં જ જામનગર રોડ તરફથી રોજિંદી અવરજવર કરતા હજારો વાહનચાલકોને વર્ષો જૂની અને જટિલ ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.

આ ઉપરાંત, શનિવારથી જ નાના વાહનોની સાથે-સાથે ભારે વાહનો પણ આ ફોરલેન બ્રિજ પરથી પસાર થઈ શકશે, જેના કારણે શહેરના અન્ય વૈકલ્પિક માર્ગો પર થતું ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે અને વાહનચાલકોના સમય તથા ઈંધણની મોટી બચત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *