5 જુલાઈ 2024 પછીથી આઈટીની કલમ 143 (1) હેઠળ રિટર્ન પ્રોસેસિંગ કરતી વખતે જો કરદાતાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનની આવક હોય તો, તેના ઉપર રિબેટ ભરવાપાત્ર નથી. તે પ્રકારની ઈન્કમટેક્સની રિટર્નની યુટિલિટીમાં જોગવાઈ કરવામાં આવેલ છે. એટલે કે 5 જુલાઈ 2024 પછી આવા કરદાતાઅોને કલમ 87- એ હેઠળ રિબેટ મળતું નથી. આ યુટિલિટીમાં ફેરફાર 5 જુલાઈ પછી કરવામાં આવેલ છે, પરંતુ જે કરદાતાઓએ તેમનું રિટર્ન 5 જુલાઇ પહેલા ફાઈલ કરેલ હોય ત્યારે યુટિલિટીમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ ન હતો. આથી કરદાતાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનની આવક થઇ હોય તો તેની ઉપર કલમ 87-એ હેઠળ રિબેટ ભરવાપાત્ર હતું, પરંતુ આવા 5 જુલાઈ 24 પહેલાં ઈન્કમટેક્સમાં ફાઇલ થયેલ આઈ.ટી.આર.નું સી.પી.સી. દ્વારા પ્રોસેસિંગ કરી 143-1 નો ઓર્ડર કરતી વખતે આ રિબેટ આપવામાં આવતું નથી.
આવા કિસ્સાઓમાં સી.પી.સી. એ ડિમાન્ડ ઊભી કરેલ છે. તે ટેક્સની રકમ વ્યાજ સહિત ભરવાની થાય છે. આ વિસંગતતાનું કારણ એ થાય છે કે, ઈન્કમટેક્સની યુટિલિટીમાં ફેરફાર 5 જુલાઇ 24 પછી કરવામાં આવ્યો છે અને તેથી 5 જુલાઈ 2024 પહેલાં ફાઈલ થયેલા રિટર્નની ઉપર આવી ડિમાન્ડ ઊભી કરી શકાય નહિ. આ સી.પી.સી.ની ઉપરોકત કાર્યવાહી સ્પષ્ટ પણે ખોટી ગેરકાયદેસર અને કાયદાની સત્તા વિનાની છે. તથા વેપારીઓ, કરદાતાઓને નુકસાનકર્તા હોય ત્યારે આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે ગ્રેટર ચેમ્બર પ્રમુખ રાજીવ દોશીએ જણાવ્યું છે.