કપૂરે નાના દીકરાની પહેલી ઝલક બતાવી

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે તેના બીજા દીકરાની પહેલી ઝલક શેર કરી છે. 25 દિવસ પહેલાં બીજી વાર માતા બન્યા સોનમે તેના આખા પરિવારની ઝલક બતાવી છે. ફોટોને શેર કરતા તેણે કહ્યું, ‘માય થ્રી’ (મારા ત્રણ).

સોનમ કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા ફોટો શેર કર્યા છે, જેમાં તેના મોટા દીકરા વાયુ, પતિ આનંદ આહુજા અને તેના નવજાત બાળકની ઝલક જોઈ શકાય છે. એક તસવીરમાં સોનમ તેના મોટા દીકરા વાયુ સાથે નાસ્તો કરતી જોવા મળી રહી છે, જ્યારે અન્ય એક ફોટોમાં આનંદ તેના નાના દીકરાને ખોળામાં લઈને બેઠો છે.

તસવીરો શેર કરતી વખતે સોનમ કપૂર ખૂબ જ ભાવુક જોવા મળી. તેણે કેપ્શનમાં લખ્યું, ‘જિંદગી એક સપનું છે… આ મહિનો અત્યાર સુધી ખૂબ જ સારો રહ્યો. યુનિવર્સનો આભાર. મારા ત્રણ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *